CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003

આચાર્યશ્રી વિજયકુમાર સુથાર સાહેબનો સંદેશ

વ્હાલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીમિત્રો,

આપ/આપના પુત્ર, પુત્રી કે પાલ્ય સંતાન થકી જયારે વલ્લભ વિદ્યાનગરની આ પવિત્ર પાવનભૂમિ પર ચારુતર વિદ્યામંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંકુલ (કોમર્સ અને આર્ટ્સ યુનિટ) સામાન્ય પ્રવાહમાં અભ્યાસ માટે જોડાઈ રહ્યા છો ત્યારે, આપ સૌને ચારુતર વિદ્યામંડળ અને શાળા પરિવાર વતી સહર્ષ આવકારું છું. આશા રાખું છું કે, વલ્લભવિદ્યાનગરના પ્રેરણા પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, આ શિક્ષણનગરીના વિશ્વકર્મા પૂજ્ય.ભાઈકાકા અને પૂજ્ય.ભીખાભાઈ સાહેબ, કુશળ વહીવટકાર, વિદ્યાનુરાગી, પૂર્વ કેન્દ્રીય ફાયનાન્સ મિનિસ્ટર ડૉ.એચ.એમ.પટેલ સાહેબ, ન્યુ વલ્લભવિદ્યાનગરના સર્જન થકી વૈશ્વિક ફલક ઉપર ઉચ્ચ શિક્ષણ માટે સ્વનિર્ભર વિદ્યાશાખાઓની સમયની જરૂરીયાતને સંતોષનાર ચરોતર રત્ન, શાલીન માનવરત્ન ડૉ.સી.એલ.પટેલ સાહેબ અને સમાજસેવા, પરોપકાર, વિદ્યાપ્રિત અને નેતૃત્વના ગુણીજન ચારુતર વિદ્યામંડળના વર્તમાન અધ્યક્ષ તેમજ સી.વી.એમ.યુનિવર્સીટીના પ્રમુખ એન્જી.ભીખુભાઈ પટેલ સાહેબનાં સ્વપ્નોને આપણે સૌ સહિયારા પ્રયાસોથી સિદ્ધ કરીએ. આ સંસ્થામાં યોજાતી શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વાલીમિત્રો અને સમાજજનોને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી માહિતગાર કરવામાં આવે છે. વધુમાં, વાલીમિત્રોને પોતાના સંતાનની પ્રગતિ અંગે અવારનવાર રૂબરૂ મુલાકાત લઇ રસ દાખવવા અનુરોધ કરું છું. આપનું સંતાન આ સંસ્થામાંથી શ્રેષ્ઠ કેળવણી પ્રાપ્ત કરી કારકિર્દીના ઉચ્ચતમ શિખર સર કરી એક આદર્શ વ્યક્તિ બની શાળા, સમાજ અને દેશનું નામ રોશન કરે એવા અંતરના આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું......

જય વલ્લભવિદ્યાનગરી.......... જય જય ગરવી ગુજરાત ......