CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003
ચારુતર વિદ્યામંડળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંકુલ-સામાન્ય પ્રવાહ, વલ્લભ વિદ્યાનગરનો ૪૫મા વર્ષમાં મંગલપ્રવેશ થઇ રહ્યો છે તે પ્રસંગે શાળા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આજના આધુનિક ઈન્ટરનેટ યુગમાં આપની શાળા ટૂંક સમયમાં પોતાની વેબસાઈટ લોન્ચ કરનાર છે. આ વેબસાઈટ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને ખૂબ જ ઉપયોગી બનશે તેમજ શાળાનું એક અગત્યનું સંપર્કસૂત્ર બની રહેશે.
ચારુતર વિદ્યામંડળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંકુલ-સામાન્ય પ્રવાહ શાળાને વિદ્યાર્થીઓના વિદ્યાકીય ઘડતર માટે તથા વિદ્યાતેજ વધારવાના પ્રયત્નોને કારણે શ્રેષ્ઠ શાળાનું સન્માન મળેલ છે તેમજ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ જુદી જુદી શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી ગૌરવ સન્માન મેળવેલ છે. ભવિષ્યમાં આ શાળા તથા વિદ્યાર્થીઓ સર્વોચ્ચ શિખરો સર કરશે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
ભીખુભાઈ બી.પટેલ
અધ્યક્ષ, ચારુતર વિદ્યામંડળ